રોટરી ક્લબ મોરબી દ્વારા કિડ્સ ક્લબનો શુભારંભ

રોટરી ક્લબના નવા વરાયેલા પ્રમુખ રસેષભી મહેતાએ પોતાનો હોદ્દો ગ્રહણ કરવાની સાથે રોટરી ક્લ્બના મૂળ ઉદેશ્યને સાર્થક કરવા કમર કસી હોય તે પ્રમાણે જુદી જુદી જગ્યાએ વૃક્ષારોપણ, સ્કૂલોમાં નોટબૂક વિતરણ જેવી પ્રવૃતિઓ શરુ કરી છે.

બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે આને ભવિષ્યમાં એ જ્ઞાનનો પોતાના હુન્નર તરીકે વિકસાવી શકે તેવા શુભ આશય સાથે તાજેતરમાં કિડ્સ કલબનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં છ મહિના સુધી ક્રાફટ, વૈદિક ગણિત, વિજ્ઞાન વગેરેના વર્કશોપ શરુ કરવામાં આવેલ છે વર્કશોપ ચાલુ કરવામાં પ્રોજેક્ટ ચેરમેન પદે પ્રકાશભાઈ દોશી, હરીશભાઈ શેઠ, અબ્બાસ લાકડાવાલા, કમલેશભાઈ દફતરી અને ગીતાબેન જોષીના પ્રયત્નથી આ પ્રોજેક્ટમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઇ રહયા છે પ્રોજેક્ટમાં દરેક રોટેરિયન મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો છે

Comments
Loading...
WhatsApp chat