


વાંકાનેર પંથકમાંથી સગીરાનું અપહરણ કરી ગયાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.
મળતી વિગત મુજબ વાંકાનેરના નવા ઢુંવા ગામે રહેતો પરેશ માનસિંગભાઈ મેર નામનો શખ્સ તા.3 ના રોજ સગીરાને વાલીપણા માંથી લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

