ખીજડીયા ચોકડી નજીકથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી નજીકથી વિદેશી દારૂ સાથે રાજકોટના શખ્સને ટંકારા પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી નજીક ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ત્યાંથી પસાર થતા હીરો હોન્ડા બાઈક શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તલાસી લેતા વિદેશી દારૂ બોટલ નંગ-૨૩ કીમત રૂ.૨૩૦૦ અને બાઈક કીમત રૂ.૨૫૦૦૦ એમ કુલ મુદામાલ ૨૭૩૦૦ સથે રાજકોટ ગણેશનગર શેરી-૧૦માં રહેતો મહેબુબ કરીમભાઈ કચરોટીયા (ઉ.૨૧) ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat