Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ભડિયાદ ગામે રૂમના ભાડા બાબતની બોલાચાલીનો ખાર રાખી છરીથી હુમલો

આધેડને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

 

મોરબીના ભડિયાદ ગામે રૂમનું ભાડું લેવા બાબતે અગાઉ બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખીને એક ઇસમેં આધેડ પર છરીથી જીવલેણ હુમલો કરી દેતા ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના ભડિયાદ ગામે સાયન્સ કોલેજ પાછળ રહેતા કાનાભાઈ સામજીભાઇ મુછડિયા (ઉ.વ.૪૩) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરત ઉર્ફે લાલો ગૌતમ બોચિયા પાસેથી રૂમનું ભાડું લેવા બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયા હોય જેનો ખાર રાખીને આરોપી ભરત બોચિયા (ઉ.વ.૨૨) રહે લખધીરપુર નાકે મોરબી ૨ વાળાએ ફરિયાદી કાનાભાઈ મુછ્ડીયાને ગાળો આપી છરી વડે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને પથ્થરનો છૂટો ઘા મારી માથામાં ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Comments
Loading...
WhatsApp chat