ખાનપર સ્મશાન વિવાદ : ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ સુખદ સમાધાન

બેઠક બાદ આખરે સમાધાન, મૃતદેહ સ્વીકારી લેતા તંત્રને હાશકારો

મોરબીના ખાનપર ગામે સ્મશાન માટેની જમીનના વિવાદમાં આજે કલેકટર કચેરીએ મૃતદેહ લવાતા હોબાળો થયો હતો અને દલિત આગેવાનો મૃતદેહ સ્વીકારવા તૈયાર ના હોય ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને તાકીદના હુકમ અને ખાતરી બાદ આખરે મામલો થાળે પડ્યો હતો.

 

મોરબીના ખાનપર ગામમાં દલિત સમાજના સ્મશાનની જમીન મુદ્દે વિવાદ થતા હાઈકોર્ટમા ફરીયાદ થઈ હતી. જે મુદે કોર્ટે ૫ માસમાં ઉકેલ લાવવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં સ્થાનિક તંત્રએ આજદિન સુધી સ્મશાન માટે જમીન ફાળવાવમાં ન આવતાં દલિત સમાજે કલેક્ટરને ૧૫ દિવસમાં જમીન ફાળવવામા નહીં આવે તો દલિત સમાજ કલેક્ટર કચેરી મા લાશ દફન કરવામા આવશે તેવી ચીમકી આપવામા આવી હતી. જેની મુદત બુધવારે પુર્ણ થઈ હતી. અને ગઈકાલે ગામનાં ડાયાભાઈ પમાંભાઈ પરમારનું મોત નીપજ્યું હતુ. અનેં સ્મશાનની જમીન ન મળતાં દલિત આગેવાનોએ આપેલી ચીમકી મુજબ મોરબી કલેક્ટર કચેરીમાં લાશ દફનવવાનું જાહેર કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

 

ત્યારે આ મુદ્દે અડધી રાત્રે 1.00 વાગ્યે જીલ્લા કલેક્ટરે આર.જે. માકડિયાની આગેવાનીમાં એક તાકીદની બેઠક બોલાવામાં આવી હતી. જે બેઠક મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર કેતન જોશી, એએસપી અક્ષય રાજ મકવાણા, ભાજપ અગ્રણી રાઘવજી ગડારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ મુદ્દે સમાધાન કરવા પ્રયાસ કર્યો હતા. જોકે સવારના પાંચ વાગ્યા સુધી ચાલેલી બેઠકમાં કોઈ નક્કર નિરાકરણ ન થતા આજે ખાનપર ગામના દલિતો વૃદ્ધના મૃતદેહને કલેકટર કચેરી લઈ આવતા મામલો વધુ બીચકયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા ચુસ્ર્ત બંદોબસ્ત વચ્ચે રેંજ આઈજી પટેલ અને એએસપી અક્ષયરાજ મકવાણા પહોંચ્યા હતા તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ જીલ્લા કલેકટર આર.જે.માંકડિયા અને અધિક કલેકટર કેતન જોષીએ આગેવાનો સાથે બેઠક યોજી હતી અને ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો.

અડધી રાત્રીથી શરુ થયેલો હોબાળો આખરે શમ્યો હતો અને વહેલી સવારથી શરુ થયેલી બબાલ પાંચેક કલાક વધુ ચાલ્યા બાદ મામલો થાળે પડ્યો હતો અને મૃતદેહ પરત લઇ જતા તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો હતો

Comments
Loading...
WhatsApp chat