Billboard ad 1150*250 Billboard ad 1150*250

કલા મહાકુંભમાં લોકનૃત્ય સ્પર્ધામાં કેવલ સરડવા વિજેતા

રમત ગમે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ જિલ્લા રમત ગમત કચેરી મોરબી દ્વારા આયોજિત જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં લોક નૃત્ય સ્પર્ધામાં કેવલ સરડવાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મોરબી નજીક આવેલી નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા કેવલ રાજેશભાઈ સરડવાએ જિલ્લા કક્ષાની લોક નૃત્ય સ્પર્ધામાં 6 થી 14 વય જૂથમાં જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જે બદલ તેના પરિવાર અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે

Comments
Loading...
WhatsApp chat