મોરબીમાં કેરોસીન છાંટી વૃદ્ધે જાત જલાવી, રાજકોટ સારવાર દરમિયાન મોત

મોરબીના મહેન્દ્રનગર નજીક સમર્પણ હોસ્પિટલ પાછળ રહેતા વૃદ્ધ બે દિવસ પૂર્વે દાઝી જતા તેણે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે તો વૃદ્ધે કેરોસીન છાંટીને જાત જલાવી હોવાનો ખુલાસો થયો છે.

મોરબીના ઇન્દીરાનગર વિસ્તારના રહેવાસી મનજીભાઈ ઉર્ફે બટુકભાઈ દેવશીભાઈ ધામેચા (ઊવ ૬૫) નામના દરજી આધેડ બે દિવસ પૂર્વે પોતાના ઘરે કેરોસીન છાંટી દાઝી જતા તેણે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે જોકે વૃદ્ધે ક્યાં કારણોસર જાત જલાવી તે સત્તાવાર કારણ જાણી સકાયું નથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat