કેરળમાં ગૌ-હત્યાની ધટનાને વખોડી કાઢતા હળવદમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

વિશાળ બાઈક રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

ભારત દેશમાં અનાદી કાળથી ગાયને માતાનો દરજ્જો મળેલ છે.ગાયને દેવ માની પૂજન કરવામાં આવે છે અને તેમાં ૩૩ કરોડ દેવતાનો વાસ રહેલો છે.હિંદુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે.આથી ગાયની હત્યા ન થાય તે અંગે કેન્દ્રમાં રહેલી ભાજપ સરકારે ગૌ-હત્યા  રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે અને ગુજરાત સરકાર દ્વારા તેનો અમલ કડક રીતે કરવામાં આવે છે.પરંતુ કેરળમાં કોંગ્રસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગાયને માર નાખવાની તથા જાહેરમાં ગાયના માસનું ભટ્ટલ વિતરણ કરવા આવ્યું હતું.આ સમાચાર મીડિયાના માધ્યમથી પ્રચલિત થયા હતા.કોંગ્રસ તરફથી થયેલા હિંદુ સમાજની આસ્થાનું અપમાન કરવા આવ્યું છે.તેમજ કેન્દ્ર સરકારના કાયદાનું સરેઆમ ઉલંધન કરવા આવ્યું છે.આ ધટનાને વખોડી કાઢતા હળવદમાં વિશાળ બાઈક રેલી કાઢી વી.એચ.પી.,બજરંગ દળ,સાધુ સંતો દ્વારા વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને કોંગ્રસ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat