મોરબીના સામાકાંઠે જતા વાહનચાલકો રાખજો આ તકેદારી, નહિ તો ફસાયા સમજો !

મોરબીના સામાકાંઠે જવા માટે એકમાત્ર પુલ પરથી રસ્તો હોય અને હજારો વાહનો સામાકાંઠે ઉદ્યોગો તરફ જતા હોય છે વળી રસ્તામાં આવતી ફાટક પણ વાહનચાલકો માટે અવરોધ બને છે ત્યારે હાલ નટરાજ ફાટક નીચેથી જવાના વૈકલ્પિક રસ્તાનું કામ ચાલતું હોય જેથી નીચેથી જવાની ભૂલ ના કરતા નહિ તો ફસાઈ જવાની પુરેપુરી સંભાવના છે.

મોરબીની નટરાજ ફાટક અવારનવાર બંધ થતી હોવાથી વાહનચાલકો નીચે બનાવેલા વૈકલ્પિક રસ્તામાંથી પસાર થઇ જતા હોય છે બાઈક અને રીક્ષા જેવા નાના વાહનો અહીંથી નીકળે છે જોકે હાલ મોરબીના મયુર પુલ નીચે વોકવેનું કામ ચાલુ છે તો વળી આ પુલ નીચેનો વૈકલ્પિક રસ્તો પણ ખખડધજ હાલતમાં હોવાથી તેનું રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે જેથી બંધ છે તો વાહનચાલકો આ રસ્તો લઈને ક્યાંક ફસાઈ ના જાય તેની ખાસ તકેદારી રાખવા માટે મોરબીન્યુઝ અપીલ કરી રહ્યું છે તેમજ નટરાજ ફાટક બંધ હોય ત્યારે વાહનો શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઉભા રહેવું જેથી ટ્રાફિકજામ ના સર્જાય અને વાહનચાલકો સમયસર નીકળી સકે તેવી અપીલ પણ કરીએ છીએ

Comments
Loading...
WhatsApp chat