મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કાશ્મીરના એતિહાસિક નિર્ણયને આવકાર, ઉજવણી કરાઈ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        સરકાર દ્વારા કાશ્મીર મુદે લેવાયેલ એતિહાસિક નિર્ણયની દેશભરમાં સરાહના થઇ રહી છે અને ઠેર ઠેર ઉજવણીનો માહોલ છે ત્યારે મોરબીની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી

        મોરબીના એકાત્મતા ચોક ખાતે સર્વ હિંદુ સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક જીતુભાઈ મહેતા, ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, નિર્મિત કક્કડ સહીતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા 

        તે ઉપરાંત માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા લોખંડી મહાપુરુષ તેમજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલેના સ્ટેચ્યુ ફુલ હાર કરવા આવ્યા હતા ત્યાર બાદ ત્યાંથી રેલી કાઢી રવાપર રોડ પર રાષ્ટ્રભકતિ નારા સાથે કરવામાં આવી હતી. જયારે એબીવીપી દ્વારા નહેરુ ગેઇટ ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે ABVP પ્રાંત મંત્રી નિખિલભાઈ મેંઠીયા વિશેષ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત પૂર્વ કાર્યકર્તા મહાવીરસિંહ જાડેજા, સુખદેવભાઈ દેલવાણીયા, પ્રતાપસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, ધ્યાનેશભાઈ રાવલ ઉપરાંત મોરબી નગર મંત્રી મંદિપસિંહ ઝાલા, સહમંત્રી સંદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા કાર્યાલય મંત્રી દિવ્યરાજસિંહ જાડેજા અને શ્યામ મલી, અજય પિત્રોડા ઉપરાંત અન્ય કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat