મોરબીની એમ એમ સાયન્સ કોલેજમાં કારગીલ વિજય દિવસ ઉજવાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીની એમ એમ સાયન્સ કોલેજ ખાતે ૨૬ જુલાઈ કારગીલ વિજય દિવસની ઉજવણી એનસીસીના જવાનો દ્વારા કરવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ પ્રદીપભાઈ વોરાના અધ્યક્ષસ્થાને આયોજિત સમારોહમાં જીલ્લા કલેકટર આર જે માકડિયા, સંસ્થાના અગ્રણી રજનીભાઈ મહેતા, દેવાંગ દોશી અને કેતનભાઈ દફતરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

        કારગીલ વિજય દિવસની ઉજવણીમાં સૌપ્રથમ એનસીસી કેડેટ્સ દ્વારા અતિથી વિશેષ જીલ્લા કલેકટરને ગાર્ડ ઓફ હોનર આપી સેના દ્વારા યુધ્ધાભ્યાસ સેક્શન બેટલ ડ્રીલ તેમજ અંતમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનસીસી ઓફિસર કેપ્ટન ડો. બી એમ શર્માએ કર્યું હતું કાર્યક્રમના અંતે પ્રિન્સીપાલ ડો. જે એચ પરમારએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો  

Comments
Loading...
WhatsApp chat