


મોરબીના કેરાળી ગામની યુવતીએ ઝેરી દવા પી લેતા મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે તેણે દમ તોડ્યો હતો તો આપઘાત કરનાર યુવતી પાસેથી સુસાઈડ નોટ મળી છે જેમાં તેણે કૌટુંબિક ભાઈ અશોકના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની આપવીતી વર્ણવી છે.
મોરબીના કેરાળી ગામે રહેતી ચેતનાબેન મકવાણા નામની યુવતી ઝેરી દવા પી જતા તેણે સારવાર માટે રાજકોટ ખસેડાઈ હોય જ્યાં તેનું મોત નીપજ્યું હતું જે દરમિયાન યુવતી પાસેથી સુસાઈડ નોટ મળી આવતા પોલીસે સુસાઈડ નોટ કબજે કરી છે જે સુસાઈડ નોટમાં યુવતીએ આપવીતી વર્ણવી છે કે…..
લી. ચેતના
હું મારી મરજીથી દવા પીવું છું, મારા મમી પપ્પાનો કોઈ કાઈ વાંક નથી મમી મારાથી હવે તકલીફ સહન નથી થાતી અશોક મારે જિંદગી બગડી નાખી કેસ ક્યરો તોય છૂટી ગયો ઈ હવે તમને મને મારી નાખશે એટલે હું મારા હાથે જ મરી જાવું છું હજી આવીને ધમકી આપી જાય છે કે પોલીસ શું કરી સકે એટલે મરી જાવને તો સીધો આ કાગળ ગાંધીનગર દયજો આપના પોલીસ ફૂટેલા છે કાઈ નઈ કરે દેવશી ટાભા અશોક દેવશી, પરષોતમ દેવશી, કંચન મુલજી જીવરાજ મોહન આટલા ને સજા દેવદાવજો મારી જિંદગી બગાડી નાખી મારે નથી જીવું
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સુસાઈડ નોટમાં જે અશોકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે યુવતીનો કૌટુંબિક ભાઈ થતો હોય જેને અગાઉ અપહરણ કર્યું હોય જે મામલે ફરિયાદ બાદ આરોપીની અટકાયત કરવામાં આવી હતી જોકે જામીન મુક્ત થઈને ફરીથી ધમકીનો સિલસિલો શરુ થયો હોય જેથી યુવતીએ આપઘાત કર્યો હોય તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે
તો વળી સુસાઈડ નોટમાં યુવતીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે તો સુસાઈડ નોટમાં અશોક સહીત પાંચ લોકોએ જિંદગી બગડી હોય જેને સજા કરવાનું પણ યુવતીએ સુસાઈડ નોટમાં લખતા ખળભળાટ મચી જવા પામ્યો છે

