Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં પાણીના ટેન્કરે બાઈકને ઠોકર મારતા કાકા-ભત્રીજાના કરુણ મોત

મોરબીના ઝીકીયારીથી જીવાપર ગામ જવાના રસ્તે પાણીના ટેન્કરે ડબલ સવારી બાઈકને ઠોકરે ચડાવતા બાઈકસવાર કાકા-ભત્રીજાનું કરુણ મોત થયા છે તો બેફામ દોડતા પાણીના ટેન્કરો પર લગામ લગાવવાની માંગ પણ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે

મોરબીના ઝીકીયાળી ગામના રહેવાસી અશોક રમેશભાઈ પીપળીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટેન્કર જીજે ૧૨ ડબલ્યુ ૮૪૭૦ ના ચાલકે પુરઝડપે પાણીનું ટેન્કર ચલાવી બાઈકને ઠોકરે ચડાવતા બાઈક સવાર ફરિયાદીના કૌટુંબિક ભાઈ દિનેશભાઈ અને તેના કાકા કેશુભાઈ હેમુભાઈ પીપળીયાને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં ભાઈ દિનેશભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે જયારે કાકા કેશુભાઈ પીપળીયાનું સારવાર દરમિયાન મોત થયું છે તાલુકા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat