


આજે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું પણ ઉત્કૃષ્ટ પરિણામ જાહેર થયું છે ત્યારે પરિણામો સાથે મોરબીન્યુઝ ટીમ લાવ્યું છે ખાસ સકસેસ સ્ટોરી જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળી રહે આવી જ સકસેસ સ્ટોરી અને ફંડા છે મોરબીના ડેનીશ મકવાણાના જેને સરકારી શાળામાં અભ્યાસ કરીને ઉત્તમ પરિણામ હાંસલ કર્યું છે
મોરબીના ગ્રીન ચોક વિસ્તારના રહેવાસી અને કંદોઈ પુત્ર એવા મકવાણા ડેનીશ કમલેશભાઈએ આજે જાહેર થયેલા ધોરણ ૧૦ ના પરિણામમાં ૯૪.૪૩ ટકા પીઆર મેળવીને પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. શહેરની વીસીહાઈસ્કૂલમાં અભ્યાસ કરતા કંદોઈ પિતાના પુત્ર રેનીશ મકવાણાએ ૯૪.૪૩ પીઆર મેળવ્યા છે.
મોરબીન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં ડેનીશ મકવાણા જણાવે છે કે શાળા અને ટ્યુશન ઉપરાંત તે દરરોજ ચાર કલાક વાંચન કરતો હતો તેમજ પિતાની કંદોઈની દુકાન હોય તેમાં પણ દરરોજ એકાદ કલાક પિતાને મદદરૂપ બનતો હતો. સારા માર્ક્સ લાવવા કે સફળ બનવા માટે ખાનગી મોંઘી શાળામાં ભણવું જરૂરી નથી. સરકારી શાળામાં પણ અભ્યાસ કરીને સારું વાંચન અને મહેનત કરીને ધાર્યું પરિણામ મેળવી સકાય છે. તો ડેનીશ મકવાણાને આગળ અભ્યાસ કરીને બેંકમાં મેનેજર બનવાનું સ્વપ્ન લઈને તે આગળ વધી રહ્યો છે. તો વિધાર્થીની આ સિદ્ધિ બદલ વીસી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ ભરત વિડજા અને ક્લાસ ટીચર વિડજા સરે અભિનંદન પાઠવ્યા છે.

