

મોરબી અને જેતપર ગામે બે બનાવમાં આધેડ સહીત બેના મોત નીપજ્યા છે જેમાં પ્રથમ બનાવમાં જેતપર ગામના પટેલ આધેડ ઝેરી દવા પી જતા મોત નીપજ્યું છે જયારે કુબેર ટોકીઝ નજીક એક યુવાનનો મૃતદેહ મળતા પોલીસે તપાસ ચલાવી છે
મોરબીના જેતપર ગામે રહેતા હરીલાલ લાલજીભાઈ પટેલ (ઉ.વ.૫૦) ગઈકાલે કોઈ કારણોસર જેતપર ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ ઝેરી દવા પી જતા મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ આદરી છે
આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એન.જે રાણા સાથે વાતચિત કરતા તેમણે જણાવ્યું હતું કે હરીલાલના દીકરાને આઈપીએલ મેચ સમયે ૩૦-૪૦ લાખ જેટલું દેણું થયું હોય જે હરિલાલભાઈએ પોતાની ૧૩-૧૪ વિધા જેટલી જમીન વેચીને દેણું ભર્યું હતું .તેમજ ફરી તેના દીકરાએ દેણું કરી નાખ્યું હોય જેથી હરિલાલભાઈએ પોતાની વાડીએ જીવન તટુકાવ્યું હોવાનું જણાવ્યું હતું.