મોરબીના કાલિકાનગર ગામે કેનાલમાંથી પાણીચોરી કરી પાણીનું વેચાણ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જીલ્લા એસપીને અરજી કરી કાર્યવાહીની માંગ

        મોરબીના કાલિકાનગર ગામે કેનાલમાંથી પાણીચોરી કરીને પાણીનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોય જે મામલે સ્થાનિક ખેડૂતે જીલ્લા એસપીને અરજી કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે

        મોરબીના કાલિકાનગર ગામના રહેવાસી મનસુખભાઈ ભીખાભાઈ કોટડીયાએ જીલ્લા એસપીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેના ગામના ત્રિભોવનભાઈ ભાલોડીયા નામની વ્યક્તિ કાલિકાનગર ગામથી મોરબી તરફ ઘૂટું બ્રાંચ કેનાલમાંથી ઉમિયા સ્ટોન (ભરડીયો) કાલિકાનગરમાંથી ગેરકાયદેસર વાયર લાઈટ કનેક્શન લઇ પાણીચોરી કરે છે હાલ વરસાદ થયો નથી ત્યારે ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરે છે ગેરકાયદેસર રીતે ઘૂટું બ્રાંચ કેનાલમાં દેડકો નાખી બકનળી દ્વારા પાણીચોરી કરવામાં આવે છે જે અન્વયે નર્મદા કેનાલના ચેકિંગ સ્ટાફને તા. ૧૯-૦૭ ના રોજ જણાવતા ફક્ત નળી અને કેબલ કાપી નાખ્યા છે પરંતુ કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નથી અને ફરી કેબલ નાખી ગેરકાયદેસર મશીન મૂકી પાણીચોરી કરવામાં આવી રહી છે જેથી આ અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે  

Comments
Loading...
WhatsApp chat