મોરબીમાં શનિવારથી જીલ્લા કક્ષાના કલામહાકુંભનો પ્રારંભ, કલેકટરના હસ્તે ઉદઘાટન

ત્રણ દિવસીય મહોત્સવની કરાશે ઉજવણી

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર તેમજ જીલ્લા રમત ગમત અધિકારી કચેરી મોરબી દ્વારા તા. ૦૪ થી ૦૬ દરમિયાન ત્રણ દિવસીય જીલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લા કક્ષાના કલા મહાકુંભ મહોત્સવનું તા. ૦૪ ને શનિવારના રોજ બપોરે ૧૨ કલાકે ન્યુ એર ગ્લોબલ સ્કૂલ , રવાપર-ઘુનડા રોડ ખાતે જીલ્લા કલેકટર આર.જે. માંકડિયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે જે પ્રસંગે ડીડીઓ એસ.એમ. ખટાણા, એસપી ડો. કરનરાજ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેમ જીલ્લા રમત ગમત અધિકારી પી.આર. પાંડાવદરાની યાદીએ જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat