

મોરબી નજીકની સિરામિક ફેકટરીમાં ટ્રેક્ટરમાં પંચર રીપેર કરતી વેળાએ જેક છટકતા યુવાનને ઈજા પહોંચી હતી અને સારવાર પૂર્વે જ તેનું મોત નીપજ્યું છે
મોરબીના લખધીરપુર રોડ પરના ઓપ્શન સિરામિક કારખાનામાં જ રહીને મજુરી કામ કરતા યુવાન રેલીયા રૂમાલભાઈ તળવી ટ્રેક્ટરમાં પંચર હોય જેથી જેક મારીને પંચર કરી રહ્યા હોય દરમિયાન જેક છટક્યો હતો અને ટાયરની પ્લેટ લાગતા યુવાનને ઈજા પહોચી હતી જેથી તેને હોસ્પિટલ ખસેડવાની તજવીજ આદરી હતી જોકે સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત થયું છે તાલુકા પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે