Billboard ad 1150*250

જુનાગઢ કૃષિ યુનીવર્સીટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ફાર્મર હોસ્ટેલનું ખાતમુર્હત

0 77
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી-મોરબી દ્વારા ફાર્મર હોસ્ટેલનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારીયા, સચિવ દૂર્લભજીભાઈ દેશરીયા હાજર રહ્યાં હતા. અધ્યક્ષ સ્થાને ડો.એ.આર પાઠક અને જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિના વરદ હસ્તે ફાર્મર હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલપતિએ જણાવ્યું હતું કે ફાર્મર હોસ્ટેલમાં ખેડૂતો જ્યારે દૂર દૂરથી ટ્રેનિંગ માટે આવશે તો તેમને અહિંયા રહેવા માટેની સગવડતા મળી રહેશે. આશરે મોરબી જિલ્લાના ૩૪૯ જેટલા ગામડાના ખેડૂત ભાઈ બહેનોને આધુનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી અને ટ્રેનિંગ મળશે.

કૃષિ યુનિવર્સિટીના નિયામક વી.વી.રાજાણીએ ખેડૂતોને સંબોધન કરતાં કહ્યું કે હવે ખેડૂતોએ વધુ જાગૃત બનવાની જરૂરીયાત ઉભી થઈ છે. વધુ પડતા પેસ્ટીસાઈટને બદલે ઓર્ગેનિક ખેતી તરફ ધ્યાન આપવું પડશે.  આ સાથે જ એસોસિયેટ રીસર્ચ સાયન્ટીસ્ટ ડો. ડી.એસ.હીરપરા સાહેબે જણાવ્યું હતું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના ખેડૂતને 18 ટન જેટલું જૈવિક ખાતર પૂરૂ પાડવામાં આવ્યું છે. તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા દીલીપભાઈ સરડવાએ જણાવ્યું હતું કે આ કૃષિ વિત્રાન કેન્દ્ર દ્વારા આપવામાં આવતી ટ્રેનિંગ દ્વારા ખેડૂતોની ખેતિ પદ્ધતિમાં ઘણો સુધારો આવશે અને ખેડૂતોને ફાયદો થશે.  કાર્યક્રમના અંતમાં વિષય નિષ્ણાંત ડો. હેમાંગી મહેતાએ કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનો અને ખેડૂતોનો આભાર વ્યક્તિ કર્યો હતો.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat