મોરબીમાં રોડ રસ્તાના વિકાસકાર્યોમાં ફરી ભાજપ-કોંગ્રેસ વચ્ચે જશની લડાઈ

તાલુકા પંચાયત પ્રમુખે લીંબડ જશ મુદે ભાજપની ઝાટકણી કરી

મોરબી અને માળિયાના ગ્રામ્ય પંથકના મંજુર થયેલા રોડ મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જશ ખાટવાની લડાઈ જોવા મળી રહી છે અને પૂર્વ ધારાસભ્ય સામે તાલુકા પંચાયત પ્રમુખે આકરા પ્રહારો કર્યા છે

મોરબી તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયાએ મોરબી-માળિયા વિસ્તારના રસ્તાઓ સહિતના જુદા જુદા કામો અંગે પૂર્વ ધારાસભ્ય લીંબડ જશ ખાટવાનો પ્રયાસ કરી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના પ્રહારો કર્યા છે અને જણાવ્યું છે જે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તાલુકા અને જીલ્લા પંચાયતના સભ્ય હોય તે પોતાના વિસ્તારના રસ્તા કે અન્ય કામો અંગે રાજ્ય સરકારના ધ્યાને આવી રજુઆતો કરતા હોય છે અને જે તે સરકારી વિભાગના અધિકારીઓ પણ આ રજુઆતોની નોંધ કરીને દરખાસ્તના આધારે ફાઈલ તૈયાર કરીને સક્ષમ ઓથોરીટી આ કામોને મંજુરી આપે છે જે મંજુરી મળી ગયા બાદ સસ્તી પ્રસિદ્ધી ખાટવા માંગતા પૂર્વ ધારાસભ્ય માત્ર યશ લેવા સમાચારો પ્રસિદ્ધ કરાવતા હોય છે જે યોગ્ય નથી

આમાં ક્યાય પૂર્વ ધારાસભ્ય કે તાલુકા પ્રમુખનો સીધો કોઈ રોલ નથી એટલે કે પ્રજાને આંખે પાટા બાંધવાનો ખોટો પ્રયાસ કરીને માત્ર સમાચારમાં રહેવાને બદલે પક્ષાપક્ષીથી પર રહી મોરબી-માળિયા વિસ્તારના કામોમાં પરસ્પર સહકાર અને સહયોગ આપે નહિ કે ચૂંટાયેલા તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયતના સભ્યો કે ધારાસભ્યોએ દરખાસ્ત કરેલ કામો પોતાના ખાતે ચડાવીને સસ્તી પ્રસિદ્ધી કરે માત્ર પ્રજાહિતમાં આટલી ચોખવટ કરવી જરૂરી હોવાનુ જણાવીને તાલુકા પંચાયત પ્રમુખે પૂર્વ ધારાસભ્યને આડેહાથ લીધા છે

Comments
Loading...
WhatsApp chat