



મોરબીમાં રહેતો અંકિત ભટ્ટ નામના યુવાન અને તેના મિત્રોએ જોય ઓફ ગીવીંગ ઉક્તિને ચરિતાર્થ કરી હતી. ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને તેને રેસ્ટોરન્ટમાં ભોજન કરાવ્યું હતું. સિરામિકમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો યુવાન પોતાની મર્યાદિત આવકમાંથી પણ અન્યને આપવા માટેનો હિસ્સો કાઢી લઈને આવા બાળકોને રેસ્ટોરન્ટમાં ભોજન કરાવીને ગરીબ બાળકોના ચહેરા પર સમિત રેલાવ્યું હતું. અને જોય ઓફ ગીવીંગનો આનંદ લૂટ્યો હતો. બાળકોને હોટલમાં ભાવતા ભોજનીયા કરાવ્યા હતા જેથી બાળકો ખુબ ખુશ થયા હતા જેના ચહેરા પરના સ્મિતે આ યુવાનોને પણ ખુશી આપી હતી.

