

મોરબી રાજકોટ રૂટ પર સતત ટ્રાફિક રહેતો હોય છે જેથી વાંકાનેર, મોરબી અને રાજકોટ ડેપોની ઇન્ટરસીટી બસો દોડે છે જેમાં વાંકાનેર ડેપો દ્વારા પાંચ નવી બસો મુકવામાં આવી છે જેથી મુસાફરોમાં ખુશીની લાગણી છવાઈ છે
મોરબી રાજકોટ રૂટ પર દિવસભર ઇન્ટરસીટી બસો દોડતી રહે છે અને હજારો મુસાફરો દરરોજ મુસાફરી કરે છે ત્યારે વાંકાનેર ડેપો દ્વારા પાંચ નવી બસો મુકવામાં આવી છે અને ખાલી વાંકાનેર ડેપોની ૧૨ એસટી બસો આ રૂટ પર ચાલે છે નવી બસો માટે અથાગ પ્રયત્ન કરનાર રાજકોટ યુનિયનનાં પ્રમુખ જયુભા જાડેજા, વાંકાનેર ડેપો મેનેજર અનિરુદ્ધસિંહ અને એટીઆઈ મહમદભાઈ લેજી સહિતનાની મહેનત રંગ લાવી છે અને પાંચ નવી બસો આ રૂટ પર કાર્યરત થતા મુસાફરોને નવી બસોમાં આરામદાયક મુસાફરીનો લાભ મળશે



