સુરેન્દ્રનગર-મોરબી જીલ્લાનો સંયુક્ત ક્લસ્ટર જોબ ફેર યોજાયો

રોજગાર કચેરી સુરેન્દ્રનગર અને મોરબીના સંયુકત ઉપક્રમે તાજેતરમાં મહિલા આઇ.ટી.આઇ. સુરેન્દ્રનગર ખાતે કલસ્ટર કક્ષાનો મેગા જોબફેર યોજાયો હતો જેમાં અનસ્કીલ્ડથી માંડીને સ્નાતક તથા આઇ.ટી.આઇ/ડીગ્રી/ડીપ્લોમાં કક્ષાના ૧૭૩૪ રોજગાર ઇચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહેલ અને ઇન્ટરવ્યુ આપેલ. મેળામાં ૪૩ જેટલા નોકરીદાતાઓ દ્વારા ઇન્ટરવ્યુ પ્રકીયા હાથ ધરવામાં આવેલ અને બંને જિલ્લાના મળીને એકંદરે ૧૨૮૯ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ.

ઉમેદવારો નોકરીના વિકલ્પે સ્વરોજગારી અપનાવી પગભર થઇ શકે તે માટે વિવિધ લોન યોજનાઓની માહિતી-માર્ગદર્શન મળે તે માટે “સ્વરોજગાર માર્ગદર્શન” શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં ૧૯૫ જેટલા ઉમેદવારોએ માહિતી-માર્ગદર્શન મેળવેલ તથા ઓધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાની અમલવારી માટે સ્ટોલ રાખવામાં આવેલ જ્યાથી ૪૨ જેટલા ઉમેદવારોને એપ્રેન્ટીસશીપ તાલીમ માટે ભલામણ કરવામાં આવેલ. પોસ્ટ ઓફીસ દ્વારા તાજેતરમાં નવી લોન્ચ કરવામાં આવેલ, ” ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેન્ક” સ્કીમ માટે પોસ્ટ ઓફિસ દ્વારા માહિતી માર્ગદર્શન માટેનો સ્ટૉલ રાખવામા આવેલ અને ૧૫૦ જેટલા ઉમેદવારોના ખાતાઓ ખોલવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જે.ડી.જેઠવા રોજગાર અધિકારી તથા રોજગાર કચેરી મોરબી/સુરેન્દ્રનગરના સમગ્ર સ્ટાફ અને ઓધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગરના સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી. તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારી જોબનપુત્રાની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Comments
Loading...
WhatsApp chat