

બનાવની વિગત મુજબ મોરબીના જોધપર (નદી) ગામ પાસે આજે બપોરે બાઈક નં જીજે ૦૩ એચએન ૯૦૪૩ પર જઈ રહેલા યુવાન રાજેશ વાલજીભાઈ સાણંદીયા (ઉ.વ.૩૭) નામના યુવાન આજે બપોરે કારખાનાના કામથી જતો હતો ત્યારે પુરપાટ વેગે આવતા ટ્રક નં જીજે ૧૮ એટી ૯૧૮૭ ના ચાલકે ઠોકર મારતા બાઈક સવાર યુવાન ગંભીર રીતે ઘવાયો હતો જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.