


મોરબી જીલ્લામાં સિંચાઈ કોભાંડ બાદ હવે બોગસ સર્ટીફીકેટ કાંડ સામે આવ્યો છે જેમાં જીલ્લામાં ફરજ બજાવતા હેલ્થ વર્કરો પર તંત્રની ગાજ વરસી છે અને આજે હળવદ તાલુકાના ૧૦ સહીત જીલ્લાના ૨૫ હેલ્થ વર્કરોને છુટા કરવાના આદેશો છોડવામાં આવ્યા છે
બોગસ સર્ટીફીકેટ કાંડની મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગ હસ્તક ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની ભરતી કરવામાં આવ્યા બાદ પસંદગી પામેલ ઉમેદવારોએ યુજીસી માન્યતા ના હોય તેવી અને ગુજરાત રાજ્ય બહારની સંસ્થાઓના સર્ટીફીકેટ રજુ કરીને નોકરી મેળવી હોય
અને આવા સર્ટીફીકેટ કેટલીક સંસ્થા બારોબાર રૂપિયાનો વહીવટ કરીને વહેંચતી હોય તેવો ખુલાસો થયો છે અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોના સર્ટીફીકેટની ચકાસણી કરવામાં આવતા મોટું કોભાંડ પ્રકાશમાં આવ્યું છે અને માત્ર મોરબી જીલ્લામાં જ ૨૫ હેલ્થ વર્કરોએ બોગસ અથવા તો અમાન્ય સર્ટીફીકેટને આધારે નોકરી પ્રાપ્ત કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે તો આરોગ્ય અધિકારીના આદેશ બાદ હેલ્થ વર્કરોને છુટા કરી દેવાના આદેશો આપવામાં આવ્યા છે
મોરબી જીલ્લાના ક્યાં તાલુકામાં કેટલા કર્મચારીને પાણીચું ?
વાંકાનેર તાલુકા – ૦૫
ટંકારા તાલુકા – ૦૬
મોરબી તાલુકા – ૦૪
હળવદ તાલુકા – ૧૦
મળીને કુલ ૨૫ કર્મચારીઓને છુટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેવી માહિતી આરોગ્ય વિભાગના આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે