


હળવદ લુહાણામહાજન સમાજ દ્વારા જલારામ મંદિર ખાતે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિરેનભાઈ શાસ્ત્રી (ઉપલેટા વાળા) પોતાની શૈલી સાથે કથાનું રસપાન કરવી રહ્યા છે.કથા દરમિયાન શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે ભાગવત સપ્તાહ સાંભળવાથી મનના વિકારો દુર થાય છે તેમજ ભાગવત સપ્તાહ જીવન જીવતા શીખવે છે,સપ્તાહથી માણસને નવું જીવન મળે છે,ભાગવત સપ્તાહ મોક્ષ આપનારી કથા છે,અને કથા સાંભળવાથી મનુષ્યનું જીવ માંથી શિવ સાથે મિલન થાય છે. સપ્તાહમાં રાજ્યમંત્રી જયંતિ કવાડિયા,શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,ન.પા. પ્રમુખ રણછોડભાઈ દલવાડી,લુહાણા મહા પરિષદના પ્રમુખ પ્રવીણભાઈ કોટક તથા આગેવાનો ઉપસ્થિત રહી સમાજની આ પહેલને બિરદાવી હતી તેમજ લુહાણા સમાજને શુભેચ્છા આપી હતી.આ કથાને સફળ બનાવવા માટે સમસ્ત લુહાણા સમાજ,રધુવંશી યુવક મંડળ,રધુવંશી મહિલા મંડળે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે
.

