કોંગ્રસ જીલ્લા પ્રમુખે સરકાર પર શું પ્રહાર કર્યા ,જાણો?

મોરબી જીલ્લા કોંગ્રસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ  સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે મોરબી જીલ્લાની ૩૦૦ જેટલી ગ્રામ પંચાયતોને પાણી વેરાની ૩૫ કરોડની નોટીસ ફટકારવાનો પાણી પુરવઠા બોર્ડનો નિણર્ય અયોગ્ય છે.વધુમાં જણાવતા કહ્યું હતું કે એક  બાજુ તાયાફામાં કરોડો ગેલન પાણી વેડફી મારતી ભાજપ સરકારે મસમોટા આધોગિક ગૃહોનો પાણી વેરા અબજો રકમ માંડવાળ કરી દીધી છે,જયારે પાણીના એક ટીપા માટે તડફડતી ગ્રામ્ય પ્રજાને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું ન પાડીને સરકારે ગ્રામ્ય પ્રજાની ભર ઉનાળામાં તરસી રાખી છે.તેથી કોંગ્રસ જીલ્લા પ્રમુખ બ્રિજેશ મેરજાએ આ અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સભ્ય સચિવને લેખિતમાં રજૂઆત કરીને નિર્યણ મુલતવી રાખવા અનુરોધ કર્યો છે.અંતમાં બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકામાં જેવું કોંગ્રસનું શાસન આવ્યું કે તુરંત જ કરોડોનું પાણીનું બીલ ભરવાની પાલિકાને ફરજ પાડવામાં આવેલી જયારે ૫ વર્ષ નગરપાલિકામાં ભાજપનું શાશન હતું ત્યારે ભાજપ સરકાર આંખ મીચામણા કરતી હતી.આમ કોંગ્રસ શાશિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને યેન-કેન પ્રકારેણ હેરાન કરવાનું ભાજપ સરકારનું વલણ વખોડવા પાત્ર છે.

Comments
Loading...
WhatsApp chat