



જન્માષ્ટમી નો પાવન પર્વ હોય કૃષ્ણ જન્મોત્સવ ને વધાવવા માટે શહેરીજનો ના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે પરંપરાગત રૂટ મુજબ શહેર ના રાજમાર્ગો પર જન્માષ્ટમી ની શોભાયાત્રા નિકળી હતી તેમજ વિવિધ સ્થળો એ મટકીફોડ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ને વધાવવા મા આવ્યો હતો. આ શોભાયાત્રા ના દરમિયાન શહેર ના તમામ કૃષ્ણ ભક્તો ને ફરાળ પ્રસાદ મળી રહે તે હેતુસર વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેર ના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રસાદ વિતરણ કરવામા આવ્યુ હતુ
તે ઉપરાંત અયોધ્યા પુરી ગરબી મંડળ દ્વારા લીંબુ શરબત નુ વિતરણ કરવામા આવ્યુ હતુ.આ તકે ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજા, કે.પી. ભાગીયા, હરીલાલ દસાડીયા, ભાવીન ભાઈ ઘેલાણી સહીત ના આગેવાનો એ શોભાયાત્રા નુ સ્વાગત કર્યુ હતુ તેમજ પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
આ ભગીરથ કાર્ય ને સફળ બનાવવા ગીરીશ ભાઈ ઘેલાણી, ચિરાગ રાચ્છ, વિપુલ પંડીત, હરીશ ભાઈ રાજા, જયેશ ભાઈ કંસારા, હસુ ભાઈ પુજારા, કીશોર ભાઈ મીરાણી,નરેન્દ્ર ભાઈ રાચ્છ, જીતુ ભાઈ પુજારા, રમણીક ભાઈ ચંડીભમ્મર,જે.આઈ. પુજારા, કાજલ બેન ચંડીભમ્મર,અનિલ ગોવાણી, ચુની ભાઈ મચ્છોયા, અમિત પોપટ,હીતેશ જાની, રાજુ ભાઈ ગણાત્રા, ચંદ્રવદન ભાઈ પુજારા, નિર્મિત કક્કડ, પપ્પુ ભાઈ ચંડીભમ્મર, અનિલ ભાઈ સોમૈયા, દીનેશ સોલંકી, ફીરોઝ ભાઈ સહીત ના જહેમત ઉઠાવી હતી.



