


બનાવની વિગત અનુસાર ટંકારાના લતીપર ગામ નજીક જામનગર રોડ પર સવારના ૧૧:૦૦ વાગ્યા આસપાસ સ્વીફ્ટ કાર અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.જેમાં રામપર ગામે રહેતા જયેશ અરજણભાઈ રાણવા,મનસુખ ધનજીભાઈ,તથા દિલીપ ધનજીભાઈ રાણવા ને ઈજા પહોચતા ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

