જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને આવકાર, મોરબીમાં ઠેર ઠેર ઉજવણી કરાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે સમગ્ર ભારત દેશની જનતાએ લોકસભામાં જે જનાદેશ આપ્યો તેનું સન્માન કરતા આજે જમ્મુ કાશ્મીરની કલમ 370 હટાવવાનો અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે મોરબીમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવનાર છે

મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાની યાદી જણાવે છે કે સાંજે ૫ કલાકે નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ પર, સુપર માર્કેટ પાસે  કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા અને પરસ્પર અભિનંદન પાઠવવા ભાજપ કાર્યકરો એકત્ર થશે  

તે ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શિવસેના અને સર્વહિન્દુ સંગઠનની યાદી જણાવે છે કે સાંજે ૭ કલાકે નહેરુ ગેઇટ ચોક (નગર દરવાજે) પાસે  કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે હિંદુ સંગઠનો ફટાકડા ફોડી આતશબાજી કરી ઉજવણી કરશે  

Comments
Loading...
WhatsApp chat