જામ દુધઈ ગામે 77 વર્ષથી ચાલી રહી છે નાટ્યકલાની પરંપરા

દશેરાના શુભ દિવસે યોજાશે ભવ્ય નાટકો

મોરબીના આમરણ ગામ નજીકના જામ દુધઈ ગામે 77 વર્ષ થી સેવા કાર્ય માટે જીવંત રાખેલી નાટયકલાનો ભવ્ય ઇતિહાસ જોવા મળે છે અને સતત 77 વર્ષથી દર વર્ષે નાટકો ભજવીને લુપ્ત થતી પ્રાચીન પરંપરાને જીવંત રાખવામાં આવી છે જેમાં દશેરા નિમિતે નાટકો ભજવાશે

આમરણ ગામ નજીક સ્થિત જામ દુધઈ ગામના જામ દુધઈ ગૌસેવા મંડળ દ્વારા તા. 19 ને વિજ્યાદશમીના પાવન અવસરે રાત્રીના ભવ્ય નાટકો ભજવાશે જેમાં એતિહાસિક નાટક મહારાણા પ્રતાપ અને માલી મતવાલી નાટકો ભજવવામાં આવશે જામ દુધઈ ગામના બજરંગ ધર્મશાળા ખાતે યોજાઈ રહેલા નાટકમાં દરેક ધર્મપ્રેમી જાણતાએ પધારવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat