


જૈન સમાજ મોરબી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ જલજાત્રાના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા દરબાર ગઢથી શરુ થઈને મુખ્ય માર્ગો પર ફરી હતી.
મોરબીમાં જૈન સમાજ દ્વારા આજે જલજાત્રાના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે રથ દરબાર ગઢ નજીક આવેલ દેરાસરથી શરુ થઇ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને શનાળા રોડ પર આવેલ દેરાસર ખાતે પહોચ્યો હતો.આ રથયાત્રામાં પરમપુજ્ય સાધ્વીજી વિનયરત્નાશ્રીજી મહારાજની શુભ નીશ્રામાં સંઘપ્રમુખ નવિનભાઈ મહેતા ટ્રસ્ટીગણ, તપસ્વીઓ અને જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રામાં “ધર્મમંગલ પરિવાર” ભાવેશભાઈ દોશી (જૈનસંગીતકાર) એ પ્રભુજીની પાલખી ઉપાડવાનો લાભ લીધો હતી તથા યોગેશભાઈ લોદરીયાએ પ્રભુજીને લઈને રથમાં બેસવાનું, દીપકભાઈ દોશીએ પ્રભુજીના સારથી બનવાનું તથા રોનકભાઈ ગાંધીએ પ્રભુજીની જમણી બાજુમાં ચામરથી જુહારવાનો લાભ લીધેલ છે.