જલારામ મંદિરે રાહતદરે અડદિયા વિતરણનો પ્રારંભ

શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થીત શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રતિવર્ષ સર્વજ્ઞાતિ માટે શુધ્ધ ચોખ્ખા ઘી ના સુકામેવા થી ભરપુર અડદીયા નુ રાહત દરે વિતરણ શિયાળા ની આખી મોસમ દરમિયાન કરવા મા આવે છે. પ્રવર્તમાન વર્ષે ઠંડી ના એંધાણ વર્તાય રહ્યા છે, વહેલી સવારે ગુલાબી ઠંડી નો ચમકારો દેખાઈ રહ્યો છે ત્યારે જલારામ મંદીર ખાતે શુધ્ધ ચોખ્ખા ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપૂર એવા અડદીયા નુ સર્વજ્ઞાતિ માટે વિતરણ શરૂ કરવા મા આવેલ છે. અડદીયા પ્રતિ કીલો રૂ. ૨૮૦ ના ભાવે વિતરીત કરવા મા આવી રહ્યા છે. અડદીયા વિતરણ આખા શિયાળા દરમિયાન ચાલુ રહેશે તેમજ એડવાન્સ બુકીંગ જરૂરી નથી. દરરોજ તાજા સ્ટોક માંથી વિતરણ થશે.જલારામ મંદિર દ્વારા રાહતદરે અડદિયાનો સર્વજ્ઞાતિના નાગરિકોએ લાભ લેવા જલારામ સેવા મંડળના પ્રમુખ નીર્મીતભાઈ કક્કડની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat