


મોરબી જલારામ મંદિરે આજે જલારામ જયંતી નિમિતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ કેક કટિંગ કરીને જલારામ બાપાની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જોકે કેક કાપવા માટે કોઈ મહાનુભાવો નહિ પરંતુ ટ્રાફિક બ્રિગેડની બહેનોને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરીને સમાજને નવી રાહ ચિંધવામાં આવી છે
મોરબી જલારામ મંદિર દ્વારા દર વર્ષે જલારામ જયંતીની ઉજવણી નિમિતે સમાજના વિશિષ્ટ વર્ગને મુખ્ય મહેમાન તરીકેનું બહુમાન આપવામાં આવે છે રાજકીય કે સામાજિક અગ્રણીઓને બદલે દિવ્યાંગ, નિરાધાર બાળકો, કિન્નરો સહિતનાઓ દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવતી હોય છે જે અનોખી પરંપરા મુજબ ચાલુ વર્ષે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી બહેનોના હસ્તે કેક કપાવીને જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી તે ઉપરાંત મહાપ્રસાદ, મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી અને રઘુવંશી સમાજ તેમજ જલારામ મંદિર દ્વારા ધામધૂમથી પુ. જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી
તો નિમ્ન પગાર અને પ્રતિષ્ઠિત નાં ગણાય તેવો હોદો ધરાવતા ટ્રાફિક બ્રિગેડ બહેનોને મળેલા બહુમાનથી તેઓ ખુશ જોવા મળ્યા હતા અને આ તકે બહેનોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી હતી અને જલારામ જયંતીની પ્રેરણાદાયી ઉજવણી નિહાળી ભક્તો પણ અભિભૂત થયા હતા