


“દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ” ની ઉક્તિ ને સાકાર કરતા સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૧૯ મી જન્મજયંતિ આગામી તા. ૧૪-૧૧ ના રોજ સમગ્ર વિશ્વમા ઉજવાશે ત્યારે મોરબી જલારામ મંદીર ખાતે આગામી તા. ૧૪-૧૧ બુધવાર કારતક સુદ સાતમના રોજ પૂ. જલારામ બાપા ની ૨૧૯ મી જન્મ જયંતિ નિમિતે પંચવિધ્ કાર્યક્રમો નુ આયોજન કરવામા આવ્યુ છે.
જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાત ધુન , ૧૦ કલાકે અન્નકુટ દર્શન , બપોરે ૧૨ કલાકે મહાઆરતી, કેક કટીંગ તેમજ ૧૨-૩૦ કલાકે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ છે. મોરબી જલારામ મંદીર દ્વારા છેલ્લા ૮ વર્ષથી જલારામ જયંતિ નિમિતે સમાજના વિશેષ વ્યક્તિઓને મુખ્ય મહેમાન બનાવી તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરાવી જન્મોત્સવ ઉજવવામા આવે છે. પ્રવર્તમાન વર્ષે પણ સમાજ ના વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરવા મા આવશે તેમજ તેમને મુખ્ય મહેમાન બનાવવામા આવશે. કોના હસ્તે કેક કટીંગ કરવા મા આવશે તે દર વર્ષ ની જેમ સરપ્રાઈઝ રાખવામા આવેલ છે મોરબી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા વિશેષ વ્યક્તિઓ ને સન્માનિત કરી સમાજ ને હરહંમેશ નવો રાહ ચિંધવાનો પ્રયત્ન કરવામા આવે છે
આ ભગીરથ કાર્યક્રમને સફળ બનાવવા રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી, ચંદ્રવદન ભાઈ પુજારા, નીર્મીતભાઈ કક્કડ સહીતના જલારામ સેવા મંડળના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.