જળ વાયુ પરિવર્તન લોક જાગૃતિ અંગે કાર્યક્રમ

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા જળ વાયુ પરિવર્તન લોક જાગૃતિ અંગે તા.૫ ના રોજ સવારે 9:૩૦ કલાકે શ્રી ભવાની ઓર્ગેનિક ફાર્મ (દાસબાપનું ફાર્મ) મયુરનગર હળવદ ખાતે  કાર્યક્રમ  યોજશે.આ કાર્યક્રમમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને HSS ફાઉન્ડેશન (જર્મની) દ્વારા હળવદ તાલુકાના ૧૦ ગામોમાં જળ સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.જેમાં ગ્રામ્ય ક્ક્ષાએ પંચાયતમાં ચુટાયેલા મહિલા સભ્યો અને સમુદાયો જળ પરિવર્તન વિશે જાગૃતિ લાવશે.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઓર્ગનીક ફાર્મ વિશે સમજાવશે અને ખેતીમાં થતી અસરો અંગે ચર્ચા કરવામાં આવશે.આ કાર્યક્રમમાં ૧૦ ગામો માંથી ૧૦૦ પતિ-પત્ની સહભાગી તેમજ મુખ્ય મહેમાન તરીકે હિરજીભાઈ ભીંગરાડિયા ઉપસ્થિત રહેશે.

 

Comments
Loading...
WhatsApp chat