Billboard ad 1150*250

જામદુધઈ ગામે જલ પુત્ર જાલંધર-દેશપ્રેમી નાટક ભજવાશે

0 640

 

ભારત દેશની આઝાદી પૂર્વેથી જામ દુધઈ ગામમાં નાટક ભજવવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે જેમાં આજે પણ દર વર્ષે નાટકો ભજવાય છે જેને નિહાળવા માટે મોટી માત્ર જામ દુધઈના જ નહિ પરંતુ આસપાસના ગ્રામજનો પણ ઉમટી પડે છે. જામ દુધઈ ગૌ સેવા મંડળ દ્વારા તા. ૩૦ ને શનિવારના રોજ વિજયા દશમીના પાવન અવસરે રાત્રીના ૯ કલાકે જલ પુત્ર જાલંધર અને દેશપ્રેમી નાટકો ભજવાશે. ગાયોના લાભાર્થે દર વર્ષે નાટક ભજવવામાં આવે છે જે સંસ્કૃતિની જાળવણી અને પરંપરાનું જતન કરવામાં આવી રહ્યું છે. જામ દુધઈ ગામે યોજાનાર નાટક નિહાળવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat