Billboard ad 1150*250

જયસુખભાઈ પટેલના પ્રયાસોથી સૌરાષ્ટ્ર-કચ્છનું જળ સંકટ થશે દુર, જાણો વધુ, video

0 130
Post ad 1

 

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં જળ સંકટના પ્રશ્નોસદા માટે બેડો પાર કરવા જાણીતા ઉધોગપતિ એવા ઓરેવા ગ્રુપના એમ.ડી. જયસુખભાઈ લાંબા સમયથી “રણ સરોવર” પર અભ્યાસ કરી રહ્યા છે.

Post ad 2

જયસુખભાઈના સરાહનીય વિચાર પર ઝડપથી કાર્યરત થવા ગત તા.૨ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચન હેઠળ “સેન્ટર વોટર કમીશન” દિલ્હી ખાતે મિટિંગ યોજાઈ હતી.જેમાં જયસુખભાઈ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા.આ મીટીંગમાં વિસ્તાર પૂર્વક ૩ થી ૪ કલાક ખુબ જ લાંબી ચર્ચાઓ થયેલ અને તેના આધારે એક રીપોર્ટ બનાવેલ જે સંદર્ભે પ્રિન્સીપલ સેક્રેટરી વોટર રિસોર્સ / “જલ શક્તિ” મીનીસ્ટર અને પી.એમ.ઓ. ઓફીસ વચ્ચે એક ખુબ ઉચ્ચ કક્ષાની મીટીંગ બહુ ટૂંકા ગાળામાં આયોજન થનાર છે.જેમાં “રણ સરોવર” માટેનોનિર્ણય લેવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓફીસ તરફથી આ પ્રોજેક્ટને ખુબ જ મહત્વ અને અગ્રમતી આપવામાં આવી છે.જે ગુજરાતના લોકો માટે અતિ હર્ષ અને આનંદની વાત છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓફીસ તરફથી CWC દિલ્હીને આ “રણ સરોવર” પ્રોજેક્ટ માટે લગભગ ૧૮ અલગ વિભાગ સાથે એક કમિટી બનાવી અને તાત્કાલિક અમલ કરવાનું સુચન આપવામાં આવેલ છે જેના આધારે તા.૩૦-૫-૨૦૧૯ ના રોજ આ વિભાગોની એક મીટીંગમાં કમિટીની રચના પણ કરવામાં આવી છેઅને આ કમિટી તરફથી ૧૬ જેટલા મુદાઓ ઉપસ્થિત કરવામાં આવેલ અને આ મુદાઓ સામે જયસુખભાઈના કાઉન્ટર જવાબો માટે તા.૨-૭-૨૦૧૯ મીટીંગ રાખવામાં આવી હતી જેમાં મહાનુભાવોએ જણાવ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે..જેજે પ્રદેશમાં પાણી સંગ્રહની યોગ્ય યોજના કે સંસોધનો નહિ હોય  તે દરેક પ્રદેશોએ મહા મુસીબતનો સામનો કરવો પડશે.

“રણ સરોવર” અંગે સંમગ્ર ગુજરાતના લોકોમાં ખુબ જ કુતુહલ છે.રણ સરોવર રૂપી બીજો નર્મદા ડેમ જો ઝડપથી થઇ જાય તો ગુજરાતના પાંચેય આંગળા ઘી માં હશે.

આ મીટીંગ ઓરેવા ગ્રુપના એમ.ડી. જયસુખભાઈ પટેલ, રિવર મેનેજમેન્ટ વિંગ સેન્ટર વોટર કમીશન, ડાયરેક્ટર વોટર પ્લાનિંગ એન્ડ પ્રોજેક્ટ વિંગ, સેન્ટ્રલ વોટર કમીશન સહિતના અધિકારો આ મીટીંગ માં હાજર રહ્યા હતા.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat