



શ્રી મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા મોરબીના ઈતિહાસમાં પ્રથમવાર અને સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત સમસ્ત જૈન સમાજ માટે ચૌવીહાર હાઉસનું તથા સ્થા. જૈન સકલ સંઘ માટે સંઘ જમણનું પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ સાતે દિવસ આયોજન કરી જૈન સમાજમાં એક નવો ચીલો ચાતર્યો છે
પાંચમાં દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક મહાવીર જયંતીના દિવસે યુવક મંડળ આયોજિત આવા પ્રેરણાત્મક કાર્ય બદલ જૈન સમાજના પૂજ્ય સાધુ-સાધ્વીજીઓ, જૈન શ્રેષ્ઠીઓ, અન્ય પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા ખુબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા પ્લોટ પૌષધશાળાએ બિરાજતા પુ હીરાબાઈ મહાસતીજી (લીંબડી ગોપાલ સંપ્રદાય) આદિ ઠા ૧૧ દ્વારા મંડળના સભ્યોને અભિનંદન આપતા જણાવેલ કે સ્થા. જૈન યુવક મંડળના ઉત્સાહને માણવાનો સુવર્ણ અવસર એટલે સંઘજમણ અને ચૌવીહાર.
તા. ૦૬ ને ગુરુવારથી પર્યુષણ પર્વની પધરામણી થતા જૈન બંધુઓને અનેરો આનંદ જેમ ઘરમાં પ્રસંગે આવે તે પહેલા જેમ તૈયારીઓ થતી હતી તેવી રીતે યુવક મંડળના સભ્યો છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરતા હતા મોડી રાત સુધી જાગી મહેનત કરી મંડળના સભ્યને વરસીતપ હોવા છતાં તે સભ્ય પણ રાત દિવસ મહેનત કરતા હોય એ બધાના ફળ સ્વરૂપે પાંચ દિવસ પૂર્ણ થયા બાદ ઘણા આરાધકોએ એકાસણા કર્યા બધાને ખુબ જ સંતોષ થયો છે
સાંજના ચૌવીહાર હાઉસ શરુ કરવાથી પ્રતિક્રમણ કરનારની સંખ્યા વધી સવારે વ્યાખ્યાન, શ્રવણ, જપ તપની આરાધના સ્થિરતાપૂર્વક થયેલ તે બદલ મંડળના પ્રમુખ મનોજભાઈ દેસાઈ અને તેની ટીમને અભિનંદન પાઠવી વિશેષ કાર્ય કરવાની શુભકામના પથ્વી હતી
મહાવીર જયંતિના દિવસે યુવક મંડળ આયોજિત અનેરા આયોજનમાં મોરબી સ્થા. જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ દોશી, તમામ ટ્રસ્ટીઓ, પ્લોટ પૌષધશાળા પ્રમુખ હસુભાઈ દોશી, મૂર્તિપૂજક જૈન સંઘ દરબાર ગઢના પ્રમુખ નવીનભાઈ મહેતા, ટ્રસ્ટીઓ સંઘ જમણના મુખ્ય દાતા ડો. કુસુમબેન દોશી, વર્ષાબેન હીરેન્દ્રભાઈ દોશીનું બહુમાન કરવામાં આવ્યું હતું



