ગરમીથી રાહત મળે તે માટે જૈન જાગૃતિ સેન્ટરનો અનોખો સેવાયજ્ઞ

કાળઝાળ ગરમીથી નાગરિકોને રાહત મળે તેવા શુભ હેતુથી આજે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા લચ્છી વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને ગરમીથી રાહત આપવામાં આવી હતી.

હાલ સમગ્ર રાજ્ય કાળઝાળ ગરમીથી પરેશાન છે, મનુષ્ય પશુ અને પક્ષીઓ ગરમીથી બચવા માટે નીતનવા ઉપાયો અજમાવતા હોય છે આવી કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે સેવાભાવી સંસ્થા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજે જુના બસ સ્ટેન્ડ નજીકની દશાશ્રી માળી વણિક જ્ઞાતિ વાડી ખાતે લચ્છી વિતરણ કરવામાં આવી હતી.

કાળઝાળ ગરમીમાં ઠંડી લચ્છીથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો જુના બસ સ્ટેન્ડ નજીક લચ્છી વિતરણને પગલે મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો અને સંસ્થાની સેવા ભાવનાને પણ બિરદાવી હતી

 

Comments
Loading...
WhatsApp chat