


પંચાસર ગામે સપ્તાહ પૂર્વે ફાયરીંગ કરી એકની હત્યા નીપજાવવા મામલે છ આરોપીને ઝડપી લેવાયા બાદ બે આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે જયારે પોલીસની માંગણીને પગલે અન્ય ચાર આરોપીના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા બાકી રહેલા ચાર આરોપીને પણ જેલહવાલે કરવામાં આવ્યા છે.
પંચાસર ગામે ચકચારી ફાયરીંગ અને હત્યાના બનાવમાં આરોપી સહદેવસિંહ લાલુભા ઝાલા અને તેનો ભાઈ હિતેન્દ્રસિંહ લાલુભા ઝાલા તેમજ સરપંચ રાજ મહેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદ ગંભીરસિંહ ઝાલા ઉપરાંત ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા અને તેના ભાઈ વિક્રમસિંહ નાથુભા ઝાલા (સદસ્ય તા.પં.) એ છ આરોપીઓને એલસીબી અને તાલુકા પોલીસની ટીમે લજાઈ નજીકથી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી ઝડપી લીધા હતા. જે તમામ આરોપીને સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી એક નાની અને એક મોટી બંદુક એમ બે હથિયારો રીકવર કર્યા છે
ત્યારે સોમવારે રિમાન્ડ પૂર્ણ થતા સરપંચ રાજ ઝાલા અને તાલુકા પંચાયત સદસ્ય વિક્રમસિંહને જેલહવાલે કરવામાં આવ્યા છે જયારે અન્ય ચાર આરોપીને વધુ બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી વધુ ચાર હથિયારો મળીને હત્યાકેસમાં વપરાયેલા તમામ છ હથિયારો રીકવર કરવામાં આવ્યા છે અને આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરી બાકીના ચાર આરોપીને પણ જેલહવાલે કરવામાં આવ્યા છે.

