મહેન્દ્રનગર ગામે હત્યાના પ્રયાસના ગુન્હામાં ઝડપાયેલો આરોપી જેલહવાલે

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પટેલ યુવાનને કામ બાબતે બોલાચાલી થતા એક શખ્શે રાત્રીના સમયે એપાર્ટમેન્ટની છત પર યુવાનને માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ બાદ પોલીસે આરોપી લીધા બાદ જેલહવાલે કર્યો છે

મોરબીના નવલખી રોડ પરના રહેવાસી રાજેશભાઈ મગનભાઈ કાલરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ કિશોરભાઈ મગનભાઈ કાલરીયા અને આરોપી લાલજીભાઈ ભાવજીભાઇ વરમોરા બંને એક જ કારખાનામાં નોકરી કરતા હોય જેને કામ બાબતે બોલાચાલી થતા આરોપી લાલજીભાઈ વરમોરા પણ ભોગ બનનાર કિશોરભાઈ કાલરીયા સાથે મહેન્દ્રનગર ગામે આવેલા લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ માં જ રહેતા હોય જે એપાર્ટમેન્ટની છત પર બે દિવસ પૂર્વે રાત્રીના સમયે પથ્થરના સાતથી આઠ ઘા ઝીંકી દઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હોય અને મોત નિપજાવવાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાવી હતી

બી ડીવીઝન પોલીસે હત્યાની કોશિશનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત આદરી હતી જેમાં આરોપી લાલજી વરમોરા નામના આરોપીને મહેન્દ્રનગર આઈટીઆઈ નજીકથી ઝડપી લીધો લીધા બાદ આરોપીને જેલહવાલે કરાયો છે.

Comments
Loading...
WhatsApp chat