મોરબીમાં બાળક હત્યા કેસમાં માસા સહીતના બે આરોપી જેલહવાલે

આરોપીઓની ઓળખ પરેડ, ઘટનાનું રી-કન્ટ્રકશન કરાવ્યું

        મોરબીમાં ગત રવિવારે ગુમ થયેલ બાળકની હત્યા કર્યા બાદ મૃતદેહ સળગાવી દેવાની ઘટનામાં એ ડીવીઝન પોલીસે આરોપી માસા સહિતના બે શખ્શોને ઝડપી રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીને જેલહવાલે કરાયા છે   

        મોરબીના પાનેલી ગ્રામ પંચાયત નજીક રહેતા અશોકભાઈ ચાવડાનો પુત્ર હિતેશ (ઉ.વ.૧૧) મોરબીના વજેપરમાંથી ગુમ થયા બાદ અપહરણની ફરિયાદ નોંધાવી હતી જોકે બાળકના માસા હાર્દિક ઘનશ્યામ ચાવડા અને તેનો ભાઈ વિજય ચાવડાએ મળીને બાળકનું બાઈકમાં અપહરણ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં મૃતદેહ સળગાવી દીધો હતો જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે હત્યાની કલમો ઉમેરીને પોલીસે આરોપી માસા હાર્દિક ચાવડા અને તેના ભાઈ વિજય ચાવડા એમ બંને આરોપીને ઝડપી લીધા હતા અને કોર્ટમાંથી શનિવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હોય

જે રિમાન્ડ દરમિયાન આરોપીઓની ઓળખ પરેડ ઉપરાંત ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરાવ્યું હતું અને આજે રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીને કોર્ટમાં રજુ કરીને જેલહવાલે કરવામાં આવ્યા છે તો અપહરણ અને હત્યાના ગુન્હામાં વપરાયેલ બાઈક પણ પોલીસે કબજે લીધું છે

Comments
Loading...
WhatsApp chat