હળવદના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા અને વકીલના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે, Video

મોરબી નાની સિંચાઈ કોભાંડ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર છુપાવવા અને વિધાનસભામાં પ્રશ્નો નહિ ઉઠાવવા માટે ધારાસભ્ય પરશોતમ સાબરીયાએ તેના મળતિયા વકીલ મારફત ૩૫ લાખમાં સોદો કર્યો હતો જે મામલે પોલીસે ધરપકડ કર્યા કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે

હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને વકીલ ભરત ગણેશીયાને ઝડપી લેવાયા બાદ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા અને રિમાન્ડ આજે પૂર્ણ થતા ધારાસભ્ય અને મળતિયા વકીલને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને કોર્ટેમાં રજૂ કર્યા બાદ બંને આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે તો આરોપી પક્ષના વકીલ દિલીપભાઈ અગેચણીયાએ જણાવ્યું છે કે સાંજે જામીન અરજી કરવામાં આવશે ત્યારે જોવું રહ્યું કે કોર્ટ આરોપી ધારાસભ્ય અને મળતિયા વકીલના જામીન મંજુર કરે છે કે પછી કોંગ્રેસના ધારાસભ્યને જેલમાં જ રહેવું પડે છે

Comments
Loading...
WhatsApp chat