જયદીપસિંહ જાડેજાની લોક સરકારમાં મોરબી શહેર કો-ઇન્ચાર્જ તરીકે નિમણુક

ગુજરાત પ્રદેશ વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોની વેદનાઓને વાચા આપવા માટે લોક સરકારની સ્થાપના કરવામાં આવી છે જેમાં મોરબી શહેર કો-ઇન્ચાર્જ તરીકે જયદીપસિંહ જાડેજાની નિમણુક કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી દ્વારા લોક સરકારમાં જયદીપસિંહ જાડેજાની મોરબી શહેર કો ઇન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવી છે સાથે જ વિશ્વાસ વ્યક્ત કરાયો છે કે કોંગ્રેસ વિચારધારાને ગુજરાતના જન જન સુધી પહોંચાડવામાં સક્રિય છો તે જ રીતે લોક સરકારમાં પણ તેઓ સક્રિય ભૂમિકા દ્વારા ગુજરાતની જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં અગત્યની ભૂમિકા નિભાવશે.

Comments
Loading...
WhatsApp chat