Billboard ad 1150*250

મોરબીની જયદીપ એન્ડ કંપનીને બિઝનેશ એવોર્ડથી સન્માનિત કરાઈ

0 778

મોરબીના સ્કાય મોલ ખાતે આજે રાજપૂત મેરીટ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત યુવા સંઘ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના સમારોહમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધોરણ ૧૦ થી ૧૨ ના રાજપૂત સમાજના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવી હોય તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોટા દહીંસરાના વતની અને હાલ મોરબી રહેવાસી ઉદયસિંહજી મનુભા જાડેજાએ ૧૯૫૬ થી માળીયાના વવાણીયા ખાતે મીઠા ઉધોગની શરૂઆત કરી ત્યારે તેનું નામ “રામ તારી માયા” રાખવામાં આવ્યું હતું.જેને સમય જતા ખુબ પ્રગતી કરી અને બાદમાં તેનું નામ “જયદીપ એન્ડ કંપની” રાખવામાં આવ્યું,આ નામે ખુબ પ્રચલિત થઇ અને આજ રોજ જયદીપ એન્ડ કંપનીને ઉધોગમાં ખુબ સફળતા મેળવવા બદલ અખિલ ગુજરાત રાજપુત યુવા સંધ દ્વારા બીઝનેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat