



રાજકોટ આઇટી વિભાગ દ્વારા એક સાથે ૪૪ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં મેગા ઓપરેશન દરમિયાન મોરબીના વિનાયક કોર્પોરેશનમાંથી રૂ.૪.૨૫ કરોડની રોકડ મળી હોવાનું જાહેર કરાયુ છે.
આઇટી વિભાગે રાજકોટ સહીત એક સાથે ૪૪ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ મેગા સર્ચ ઓપરેશનમાં આઇટી વિભાગે જાણીતા બિલ્ડરોના ઘરે અને ઓફિસે દરોડા કાર્ય હતા.જે તપાસ મોરબી સુધી લંબાઈ હતી.
આ સર્ચ ઓપરેશનમાં આઇટી વિભાગ દ્વારા મોરબીના જ્યંતિભાઈ રાજકોટીયાની પેઢી વિનાયક કોર્પોરેશનને માંથી ૪.૨૫ કરોડની રોકડ મળી આવી હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે.



