મોરબી સિરામિક ફેકટરીમાં આઈટી દરોડા, કરોડોના બેનામી સાહિત્ય જપ્ત કરાયા : સુત્રો

 

મોરબી, અમદાવાદ સહીત ૨૫ થી વધુ સ્થળોએ ઇન્કમટેક્ષ વિભાગે આજે દરોડા કર્યા હતા મોરબી ખાતેની સિરામિક ફેક્ટરી ગ્રુપના ઓફીસ અને ઘર પર દરોડા કરવામાં આવ્યા હતા જેમાં કરોડોના બેનામી વ્યવહારો સામે આવ્યા હોવાથી આઈટી ટીમના અધિકારીઓએ સાહિત્ય જપ્ત કર્યાનું સુત્રો જણાવી રહ્યા છે

ઇન્કમટેક્ષ વિભાગ ટીમ દ્વારા આજે મોરબીના ક્યુટોન ગ્રુપમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું મોરબી, અમદાવાદ સહીત ૨૫ સ્થળોએ દરોડા કરીને સર્ચ કરાયું હતું વહેલી સવારથી ૧૨૫ થી વધુ અધિકારીઓની ટીમે વિવિધ સ્થળે દરોડા કર્યા હતા જેમાં ચંદીગઢના મોહોલી પાસે આવેલ એરપોર્ટ રોડ પર ઓફિસથી શરુ થયેલી દરોડા કાર્યવાહી મોરબી સુધી પહોંચી હતી અને સાંજ સુધી હિસાબો ફંફોસવામાં આવ્યા હતા જેમાં કરોડોના બેનામી હિસાબો મળી આવતા સાહિત્ય ટીમે જપ્ત કર્યાનું સુત્રો જણાવી રહ્યા છે

અમદાવાદ ખાતે તપાસ દરમિયાન કરોડોના સાહિત્ય જપ્ત કરવામાં આવ્યા તેમજ મોરબી ખાતે યુનિટ અને ભાગીદારના ઘરેથી પણ સાહિત્ય જપ્ત કર્યાનું સુત્રો જણાવી રહ્યા છે ઇન્કમટેક્ષ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સાહિત્ય જપ્ત કરી આઈટી ઓફીસ લઇ જવામાં આવ્યું છે તેમ સુત્રોએ ઉમેર્યું હતું કયુંટોન ગ્રુપમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જે બુધવારે પણ યથાવત રહે તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

Comments
Loading...
WhatsApp chat