ડીગ્રી વિનાના ડોકટર પાસેથી દવા લેવી મોંઘી પડી, ત્રણ ઇન્જેક્શન-દવાથી દર્દીનું મોત

તબીબી ડીગ્રી ના હોવા છતાં સારવાર કરી, દર્દીઓનું થયું હતું મોત

માળિયામાં મુસ્લિમ યુવાનને તાવ આવતો હોય જેની પત્નીએ અજ્ઞાનતાન કારણે ડોક્ટરની ડીગ્રી ના ધરાવતા ઇસમ પાસે સારવાર માટે ગયા હોય જેને ઇન્જેક્શન આપ્યા અને દવા આપી સારવાર આપતા દર્દીનું મોત નીપજ્યું હોય જે મામલે એક વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ છે

હાલ અમદાવાદના શાહી બાગ વિસ્તારના રહેવાસી અને મૂળ માળિયાના વતની ગુલશનબેન કરીમભાઈ જામ (ઉ.વ.૪૦) ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧-૦૭-૨૦૧૭ પૂર્વે તે છ માસથી માળિયા રેલ્વે ક્વાર્ટર લાઈનમાં રહેતા હોય અને તેના પતિ કરીમ રસુલ જામ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને પતિ કરીમભાઈને તા. ૧૦-૦૭-૨૦૧૭ ના રોજ તાવ આવતો હોય જેથી માળિયા સરકારી દવાખાનામાં સારવાર આપી ઘરે જવાની રજા આપી હતી અને બાદમાં માળિયા મેઈન બજારમાં આવેલ ચૌહાણ સાહેબના દવાખાને પતિની સારવાર લેવા ગયેલ ત્યારે ફરિયાદી પત્નીની હાજરીમાં ડોકટરે પતિ કરીમભાઈને તપાસી લાલ કલરના ત્રણ ઇન્જેક્શન બાટલામાં નાખેલ અને પતિને ઠંડી લાગતા ગોળીઓ પિવડાવેલ અને બાદમાં સંબંધી આવેશભાઈ કાસમભાઈ મોવર આવેલ ત્યારે પતિ કરીમભાઈ કાઈ બોલતા ના હોય અને ચૌહાણ સાહેબે તેને ઘરે લઇ જવાનું કહ્યું ને ડોકટરે તેને સ્વાઈન ફ્લુ થયાનું જણાવ્યું હતું બાદમાં ઘરે પહોંચીને ૧૦૮ માં ફોન કરતા સરકારી દવાખાને લઇ ગયેલ જ્યાં ડોકટરે તેના પતિ મૃત્યુ પામ્યાનું જણાવ્યું હતું

જે બનાવ અંગે માળિયા પોલીસમાં જાણ કરતા પીએમ દરમિયાન વિશેરા લેવામાં આવ્યા હતા અને પતિને આપેલ દવાને કારણે મોત થયું હોય જે અંગે વિશેરાનાં નમુના લેવામાં આવેલ અને જેનો રીપોર્ટ એફએસએલમાંથી આવ્યો અને પતિનું મૃત્યુ અંગેના કાગળો પોલીસ તપાસના વકીલ પાસે વંચાવ્યા હતા જેમાં ડોક્ટર ચૌહાણ જેનું આખું નામ નિઝામખાન નાઠુંખાન ચૌહાણ રહે માળિયા વાળો જે ડોક્ટરની લાયકાત ધરાવતા ના હોય અને તબીબી વ્યવસાય કરી સકે નહિ તેવું જાણવા છતાં પતિ કરીમભાઈને ડોક્ટર તરીકે ખોટી સારવાર આપી પતિને ઇન્જેક્શન અને ગોળીઓ ખવડાવી ના કરવાની સારવાર કરી મોત નીપજાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે

માળિયા પોલીસે પત્નીની ફરિયાદને આધારે આરોપી ડીગ્રી વિનાના ડોક્ટર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૪, તેમજ ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૩ તથા ગુજરાત કાઉન્સિલ એક્ટ ૧૯૬૭ ની કલમ ૨૯ અને ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ ની કલમ ૧૫ (૩) મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat