


આજે વહેલી સવારથી રાજકોટના બિલ્ડરોની ઓફીસ અને ઘરે આઈટી વિભાગની ટીમોએ સર્ચ ઓપરેશન શરુ કર્યું છે ત્યારે મોરબીમાં પણ આઈટીની ટીમે રામચોક નજીકની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે
મોરબીના રામચોક નજીક આવેલી વિનાયક કોર્પોરેશન નામની ઓફિસમાં ઇન્કમટેક્ષ ટીમે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે પોલીસના બંદોબસ્ત સાથે આઈટી વિભાગની ટીમ ઓફીસના હિસાબોના સાહિત્ય ચકાસી રહી છે અને સર્ચ બાદ બેનામી સંપત્તિ મળી છે કે કેમ તેની સત્તાવાર માહિતી આપવામાં આવશે તેવી માહિતી આઈટીના સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે તો રાજકોટ બાદ મોરબીમાં પણ આઈટી વિભાગે સર્ચ શરુ કરતા બિલ્ડર લોબીમાં દોડધામ મચી છે